BARC Recruitment 2026: ભાભા ઍટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા વૈજ્ઞાનિક અધિકારી ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર, પગાર 74,000 થી શરુ

BARC Recruitment 2026: ભાભા ઍટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા અધિકારી પદ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી OCES અને DGFS તાલીમ યોજનાઓ હેઠળ કરવામાં આવશે, જેના દ્વારા ઇજનેરી ગ્રેજ્યુએટ અને વિજ્ઞાનના પોસ્ટગ્રેજ્યુએટ ઉમેદવારોને પરમાણુ વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઉત્તમ તક મળે છે. તાલીમ પૂર્ણ થયા બાદ પસંદગી પામેલા ઉમેદવારોને કેન્દ્ર સરકારના ગ્રુપ A અધિકારી તરીકે નિમણૂંક આપવામાં આવશે.

મહત્વની તારીખ

આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 22 ડિસેમ્બર 2025 થી શરૂ થશે. ઉમેદવારો 21 જાન્યુઆરી 2026 સુધી અરજી કરી શકશે. અરજીમાં સુધારા કરવા માટે ફેબ્રુઆરી 2026 દરમિયાન અલગ વિન્ડો આપવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા માર્ચ 2026 દરમિયાન યોજાશે અને ત્યારબાદ ઇન્ટરવ્યુ તથા આગળની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા

આ ભરતીમાં Scientific Officer પદ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદગી OCES 2026 અને DGFS 2026 કાર્યક્રમો દ્વારા કરવામાં આવશે. ચોક્કસ જગ્યાઓની સંખ્યા જાહેર કરવામાં આવી નથી, પરંતુ વિવિધ ઇજનેરી અને વિજ્ઞાન શાખાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

પગાર ધોરણ

તાલીમ સમયગાળા દરમિયાન ઉમેદવારોને દર મહિને અંદાજે રૂપિયા 74,000 સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા બાદ નિમણૂંક થવાથી ઉમેદવારોને લેવલ 10 મુજબ મૂળ પગાર રૂપિયા 56,100 મળશે. તમામ ભથ્થાં જોડીને કુલ માસિક પગાર અંદાજે રૂપિયા 1,30,000 થી વધુ થઈ શકે છે. સાથે સાથે કેન્દ્ર સરકારની અન્ય સુવિધાઓ પણ મળશે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા અથવા GATE સ્કોરના આધારે કરવામાં આવશે. સ્ક્રીનિંગ બાદ લાયક ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યુ અને મેડિકલ ફિટનેસ પૂર્ણ થયા પછી અંતિમ પસંદગી યાદી જાહેર કરવામાં આવશે.

વય મર્યાદા

Scientific Officer પદ માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોની મહત્તમ વય 26 વર્ષ રાખવામાં આવી છે. OBC કેટેગરી માટે મહત્તમ વય 29 વર્ષ અને SC તથા ST કેટેગરી માટે 31 વર્ષ સુધી છૂટછાટ આપવામાં આવશે. સરકારના નિયમો મુજબ અન્ય કેટેગરીને પણ વયમાં છૂટછાટ મળશે.

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

આ પદ માટે અરજી કરનાર ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી B.E., B.Tech., B.Sc. (Engineering) અથવા M.Sc. ડિગ્રી ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે હોવી જરૂરી છે. 2025-26 દરમિયાન ડિગ્રી પૂર્ણ કરનારા ઉમેદવારો પણ અરજી કરી શકે છે, પરંતુ તમામ લાયકાત નિર્ધારિત સમયમર્યાદા પહેલા પૂર્ણ કરેલી હોવી જરૂરી છે.

અરજી ફી

આ ભરતી માટે સામાન્ય અને OBC કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 500 રાખવામાં આવી છે. મહિલા ઉમેદવારો, SC, ST, દિવ્યાંગ અને અન્ય અનામત કેટેગરી માટે કોઈ અરજી ફી લેવામાં આવશે નહીં.

અરજી પ્રક્રિયા

આ ભરતી માટે ઉમેદવારોને માત્ર ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કર્યા બાદ અરજી ફોર્મમાં તમામ જરૂરી વિગતો સાચી રીતે ભરવાની રહેશે અને માંગેલ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. અરજી પૂર્ણ થયા પછી તેનો પ્રિન્ટઆઉટ કાઢી ભવિષ્ય માટે સાચવી રાખવો જરૂરી છે.

અરજી કરવા માટેની લિંક:

ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
mahitiplus.com જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: આ માહિતી ભાભા ઍટોમિક રિસર્ચ સેન્ટર ફેર ની સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચોક્કસ ચકાસી લો.

Leave a Comment